• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • મારા બાળકો અને મારી પત્નીની હત્યા પિતરાઈ ભાઈ જીકાએ નથી કરી: પતિ

મારા બાળકો અને મારી પત્નીની હત્યા પિતરાઈ ભાઈ જીકાએ નથી કરી: પતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર પંથકને હચમચાવી નાખનાર માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે માતા અને ત્રણ બાળકોની ક્રુર હત્યા પ્રકરણના અઢી માસ બાદ મૃતકના પતિએ જિલ્લા પોલીસ વડા, ડીઆઈજીને પત્ર પાઠવી આ બનાવના મુળમાં સેકસ રેકેટ કારણભૂત હોવાની શંકા દર્શાવી છે. આ ઘટનામાં સાથે રહેતાં અને ઓછી સુઝબુઝ ધરાવતાં યુવાનને ફસાવી દેવાયાનો આક્ષેપ કરી,ઊંડાણપુર્વક તપાસ નહીં થાય તો આગામી તા.20 થી મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનની ચિમકી આપતું મામલતદારને આવેદન પાઠવ્યું છે. ેગીર-સોમનાથ મુકામે જીઆઈએસએફએસનાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દેવરાજ સોમાભાઈ ગોહેલની પત્ની શારદાબેન, પુત્ર રુત્વિક, પુત્રી ડોલી તથા સ્નેહાની હત્યા કરાઈ હતી. પોલીસે બનાવમાં મુખ્ય શકમંદ કૌટુંબિક દિયર મહેન્દ્ર ઉર્ફે જીકા દેવા પરમારની અટક કરી હતી. દરમિયાન મૃતક મહીલાના પતિ અને બાળકોના પિતા દેવરાજભાઈ ગોહેલે ઉચ્ચ પોલીસ અધિકારીને રજુઆત કરી જણાવ્યું છે કે કેટલાક લોકો દ્રારા સેક્સ રેકેટ ચલાવાઈ રહ્યું હતું.જેમાં દબાણ ઊભું કરાતા સ્કેન્ડલમાં પત્ની શારદા સામેલ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.જીકાને ફસાવી દેવામાં આવ્યો છે. હત્યામાં પાવડા ઉપરાંત તિક્ષણ હથીયાર પણ વપરાયેલ છે. આ બનાવની યોગ્ય તપાસ કરી આ રેકેટ ચલાવતા જવાબદારો સામે કાર્યવાહી કરી,હત્યારાઓને ઝડપી ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...