માંગરોળની નચિકેતા વિદ્યાલયમાં ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
માંગરોળના નચિકેતા વિધાલયમાં શનિવારે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૩૫ જેટલા બાળકોએ સુર્યપ્રકાશ આધારિત સૌરઉર્જા, મેગ્નેટ આધારિત પ્રોજેકટ, સમુદ્રના મોજાથી ઉર્જા, હાઇવે પર સુરક્ષાના પ્રોજેકટ સહિત વિજ્ઞાન આધારિત કૃતિઓ રજુ કરી હતી. જેની પીએસઆઈ ચૌહાણ, વિવિધ સંગઠનો તથા શાળાઓના વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી. નિર્ણાયક તરીકે વિક્રમભાઈ ગોહેલ તથા આર.વાય. કોતલે સેવા આપી હતી.