તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માચ્છીમારી માટે ગયેલી માંગરોળની

કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માચ્છીમારી માટે ગયેલી માંગરોળની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરીક્રીક વિસ્તારમાં ઉછળતા મોજા અને જીવતી રેતીને કારણે અકસ્માત સર્જાયો

આજેવહેલી સવારે કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માંગરોળની બે બોટ પલ્ટી મારી જતાં કુલ 14 જેટલા ખલાસીઓ દરિયામાં ખાબક્યા હતા, તે પૈકીના 3 ના મોત થયા હતા જ્યારે 11 નો બચાવ થયો હતો.

માંગરોળના શાંતિલાલ દમા પવનીયાની માલિકીની રત્નેશ્વરી બોટ જીજે 11 એમ.એમ. 1356 તથા વિનોદભાઈ ભાદ્રેચાની માલિકીની દર્શન બોટ જીજે 11 એમ.એમ. 530 આજે સવારે કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માચ્છીમારી કરવા માટે ગઈ હતી. તે દરમિયાન બન્ને બોટ પલ્ટી મારી ગઈ હતી જેમાં રત્નેશ્વરી બોટના 7 ખલાસીઓના જીવ બચી ગયા હતા જ્યારે દર્શન બોટના 7 ખલાસીઓ પૈકી 3 ખલાસીઓના મોત થયા હતા અને 4 ખલાસીઓનો બચાવ થયો હોવાનું પોરબંદર બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કોરીક્રીક વિસ્તારમાં પાપલેટ મચ્છી સૌથી વધુ પ્રમાણમાં મળતી હોય જ્યાં માચ્છીમારી કરવા માટે ગયા હતા. વિસ્તારમાં લોઢ જેવા મોજા ઉછળતા હોય અને જીવતી રેતી એટલે કે રબડી જેવી રેતી હોય જેને કારણે અકસ્માત સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...