તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • Mangrol પશ્વિમ ભારતનાં માછીમાર આગેવાનોની ગોવામાં બેઠક, કેરોસીન સહિતનાં મુદ્દે ચર્ચા

પશ્વિમ ભારતનાં માછીમાર આગેવાનોની ગોવામાં બેઠક, કેરોસીન સહિતનાં મુદ્દે ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ ભારતના કિનારાના રાજ્યોના માછીમાર આગેવાનોની 1 ઓકટોબરે ગોવા ખાતે મળેલી અગત્યની બેઠકમાં સાગરખેડુઓના 9 જેટલા મુદ્દાઓની ગંભીરતાથી વિચારણા કરવામાં આવી હતી. માછીમારોને સ્પર્શતા પ્રશ્નોની કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે ‘અખિલ ભારત ફીશરમેન એસો’ની રચના કરવામાં આવી હતી. સંગઠનના પ્રમુખ પદે ગુજરાત ફીશરીઝના ચેરમેન વેલજીભાઈ મસાણીની વરણી કરવામાં આવી હતી.

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કણાર્ટક, કેરલ, તામિલનાડુ તેમજ દિવ-દમણ સહિતના રાજયોના 150 થી વધુ માછીમાર આગેવાનો એકત્ર થયા હતા. સૌરાષ્ટ્રમાં માંગરોળના વેલજીભાઈ મસાણી, વેરાવળથી તુલસીભાઈ ગોહેલ, દામજીભાઈ ફોફંડી તેમજ પોરબંદરથી જે.કે. પોસ્તરીયા, રાજુભાઈ બાદરશાહી પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોનો મોટો પ્રશ્ન ડીઝલનો ભાવવધારો છે. હકીકતમાં એકસાઈઝ ડયુટી અને વેટની રાહત જ માછીમારોની આધારશીલા હોવાનું જણાવી એકસાઈઝ ડયુટી મુક્ત ડીઝલ આપવામાં આવે તેવો ઉપસ્થિત સૌ કોઈએ મત વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત નાની હોડીથી લઈને 12 નોટીકલ માઈલ સુધીના પરંપરાગત ફિશીંગમાં વપરાતા આઉટ બોર્ડ મશીનમાં કેરોસીન વપરાય છે. જે પીડીએસ કવોટામાંથી ફાળવાતુ હતું. પરંતુ ત્યારબાદ યુપીએ સરકારે ક્રમશઃ 33 અને 50 % કાપ મુકી તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો, અને એનડીએ સરકાર આવી ત્યાં સુધીમાં આ યોજના બંધ થઈ ગઈ. ત્યારે હાલમાં ગરીબ અને આર્થિક પછાત માછીમારોને બેકારીમાંથી ઉગારવા સબસિડાઈઝડ કેરોસીન આપવાની યોજના સત્વરે અમલમાં મુકવાની જરૂરિયાત હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો. વધુમાં કેન્દ્રમાં મત્સ્યોધોગને સ્વતંત્ર મંત્રાલય આપવા, સાગરખેડુઓના હક્કોમાં સુધારો કરવા, ફિશિંગ બાન પિરિયડ 120 દિવસનો કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દિલ્હી મુકામે લોકસભાના આગામી સત્ર પહેલા દેશના સમુદ્ર કિનારે ચુંટાયેલા તમામ સાંસદો સાથે તાકીદે બેઠક યોજી જે તે વિસ્તારના સાગરખેડુ અગ્રણીઓને સમસ્યાઓથી માહિતગાર કરી તેના ઉકેલ માટે પોતાની કક્ષાએથી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...