તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદ્રામાં બંધ મકાનમાંથી દારૂ- બિયરનો જથ્થો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં તલોદ્રા ગામે પોલીસે બંધ પડતર મકાનમાંથી દારૂ - બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.

શીલનાં પીએસઆઇ ચૌહાણ અને સ્ટાફે બાતમીનાં આધારે તલોદ્રા ગામે એક બંધ પડતર મકાનમાં રેઇડ કરીને તલાસી લેતા અલગ- અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ-81 અને બિયરનાં ટીન 8 મળી કુલ રૂ.33,200નો મુદામાલ મળી આવતાં તે કબજે લીધો હતો અને તલોદ્રાનાં કલ્પેશ ઉર્ફે વિપુલ જીવા ખેર અને શીલનાં પંકિત ઉર્ફે યકીન વશરામ ચુડાસમાની અટક કરી બંને વિરૂધ્ધ ગુનો નોંધી આ માલ કયાંથી લવાયો હતો, કોને આપવાનો હતો એ સહિતની વિગતો મેળવવા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...