તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Mangrol
 • માંગરોળ તા.પં. સામે કિન્નાખોરીનો આક્ષેપ, મેખડી સરપંચનું રાજીનામું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ તા.પં. સામે કિન્નાખોરીનો આક્ષેપ, મેખડી સરપંચનું રાજીનામું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલિટીકલ રીપોર્ટર | માંગરોળ

માંગરોળતાલુકા પંચાયતનાં સેકશન ઓફીસર કિન્નાખોરી રાખી વિકાસનાં કામોમાં અડચણ - અવરોધ ઉભા કરતા હોવાો આક્ષેપ કરી મેખડી ગામનાં સરપંચે ટીડીઓને રાજીનામું ધરી દીધુ છે. ઉપરાંત સરપંચ દ્વારા થયેલી રજુઆત સંબંધે સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ગ્રા.પંનાં અન્ય પાંચ સદસ્યોએ પણ સામુહિક રાજીનામા સાથે કચેરી સામે જનઆંદોલન કરવાની ચિમકી આપતા રાજકીય માહોલ ગરમાયો છે.

મેખડી ગ્રામ પંચાયતનાં પ્રમુખ જયંતિભાઇ સોમાભાઇ જાદવે જિલ્લા કલેકટર સમક્ષ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કામો થતા હોવા છતા તા.પંનાં સેકસન ઓફીસર સિસોદીયા છેલ્લા ચારેક માસથી આર્થિક નુકસાન જાય તેવા પ્રયત્નો કરી રહયા છે. સંબંધે ઉપલા અધિકારીઓ સમક્ષ લેખિતમાં અનેકવાર રજુઆતો થઇ છે. પરંતુ આજ સુધી રજુઆતો ધ્યાને લેવામાં આવી નથી. કે બાબતે કોઇ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી માનસિક ત્રાસને કારણે ના છુટકે રાજીનામું આપવાની ફરજ પડી હોય તે સ્વીકારવા જણાવાયું છે.

બીજી તરફ જેતશીભાઇ ડાકી, સુરેશ વિનોદભાઇ ભુતિયા, એભા સવદાસ, પ્રભાબેન નાથાભાઇ સહિત ગ્રા.પંનાં પાંચ સદસ્યો અને ગ્રામજનોએ સરપંચની તરફેણમાં ટેકો જાહેર કર્યો છે. ગામમાં થતા વિકાસકાર્યો પારદર્શક રીતે થઇ રહયા હોવાનું જણાવી જરૂરીયાતમંદ લોકોને સરકારમાંથી મળવાપાત્ર સહાય અને લાભ અપાવવા સરપંચ પ્રયત્નશીલ હોવાનું જણાવાયું છે. પરંતુ તા.પંના કચેરીનાં અધિકારીઓ દ્વારા સામાજીક અને આર્થિક રીતે પછાડવાનાં ઉદેશથી થઇ રહેલી હેરાનગતિથી સરપંચ શારીરીક, માનસિક, અને આર્થિક રીતે ભાંગી પડયા હોય ના છુટકે સરપંચપદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે ત્યારે મુદે ન્યાય નહિ મળે તો જનઅાંદોલન કરવાની લેખિત રજુઆત કરી છે.

7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહિ થાય તો અન્ય પાંચ સદસ્યે ટીડીઓને આપી રાજીનામાની ચિમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો