તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • ખેડૂતોએ આંદોલન કર્યા બાદ પણ ઉકેલ આવતા હવે પોલીસમાં ફરિયાદ કરશે

ખેડૂતોએ આંદોલન કર્યા બાદ પણ ઉકેલ આવતા હવે પોલીસમાં ફરિયાદ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરમાંટેકાના ભાવે ખરીદ થયેલી તુવેરની ખરીદીમાં ભાજપ શાસીત તાલુકા સંઘ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી. જે અંગે ખેડૂતોએ અગાઉ ચાલુ કરેલા ઉપવાસ આંદોલન બાદ ભાજપના સતાધીશોની ખાત્રીથી સમેટાઇ ગયેલુ આંદોલન ફરી આજથી શરૂ થયુ હતુ, પરંતુ બપોરબાદ ખેડૂતોએ આંદોલન કર્યે કઇ નહી ઉપજે ,હવે ગેરરીતિ મુદ્દે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કરી આંદોલન સમેટી લીધુ હતું.

તુવેરની ખરીદીમાં તાલુકા ખરીદ વેંચાણ સંઘ દ્વારા ખેડૂતોને ક્રમશ વારો આવે તે માટે 1 થી લઇ 1300 સુધી ટોકન આપવામાં આવ્યા હતા, પરંતુ રમેશભાઇ માંગરોળીયાએ અંગેની કરેલી આર.ટી.આઇમાં મળેલી માહિતી મુજબ ક્રમ નંબર બાદ તેની નીચે સંઘના સતાધીશોના લાગતા વળગતાઓના એકથી બે નામ ઉમેરી દેવામાં આવ્યા છે. સંઘના સતાધીશો આપેલા કુલ 1300 ટોકનમાંથી માત્ર 610 ટોકન નંબર સુધીના ખેડૂતોની તુવેરની ખરીદી થઇ છે. પરંતુ જે લોકોને ક્રમ નંબરવાળા ટોકન નથી આપ્યા અને પેટા નંબરો આપી આપેલા ટોકનવાળા 169 ખેડૂતોની પણ તુવેર ટેકાના ભાવે વહેંચાઇ ગઇ છે. ખેડૂતો કે જે ખરા તુવેર વેંચવાના હકદાર છે તેવા બાકી રહી ગયા અને ‘સગ્ગા-વ્હાલા કે જે ટોકન વગરના છે તેવાઓની તુવેર ખરીદ થઇ ગઇ હતી.

ટોકન હોવા છતા ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં 700 જેટલા ખેડૂતો બાકી રહી ગયા છે. જેનાથી આજે 25 થી 30 ખેડૂતોઓ સંઘની કચેરી ખાતે ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. બાદમાં ભાજપ આગેવાનોએ આવી ગાંધીનગર જઇ કરેલી રજૂઆતો અંગેની વાતચીત કર્યાબાદ ફરીવાર તુવેરની ખરીદી ચાલુ થઇ શકે તેમ હોય માત્ર ખરીદીમાં થયેલી ગેરરીતિ અંગેની તપાસ થશે. જેથી ખરીદીમાં ગેરરીતિ આચરનારા વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી ભોગ બનનાર કોઇપણ એક ખેડૂતને ફરિયાદી બનાવવાનું નક્કી કરી કાયદાકીય સલાહ લેવાનું પણ ચાલુ કરી દીધુ હોવાનું જાણવા મળ્યુ છે.

વિસાવદરમાં તુવેરની ખરીદીમાં ગેરરિતીનો મામલો

અન્ય સમાચારો પણ છે...