તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • 3 દિવસ પૂર્વે 6 ખલાસી સાથેની માંગરોળના દરિયામાં બોટ મળી આવી હતી

3 દિવસ પૂર્વે 6 ખલાસી સાથેની માંગરોળના દરિયામાં બોટ મળી આવી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યમનની બોટમાંથી સેટેલાઈટ ફોન મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

ગુરુવારે વધુ એક બોટ મળી આવી હોવાના વાવડ, 6 માછીમારોની પૂછપરછ

સોમવારેમાંગરોળના દરિયામાં યમનની ‘અલ બોમ મરીન’ નામની એક બોટ ચડી આવી હતી. બોટનું એન્જીન બંધ પડી જતાં મધદરીયે ખલાસી સાથેની બોટ ફસાઇ હતી. માછીમારોએ પોતાનો જીવ બચાવા ભારતીય તટરક્ષકને જાણ કરતા કોસ્ટગાર્ડની સમુદ્ર પ્રહર નામની શીપ તાત્કાલીક મદદે દોડી ગઇ હતી અને બોટને શીપ સાથે બાંધી અને મંગળવારે વહેલી સવારે પોરબંદર ઓલવેધર પોર્ટ ઉપર આવેલા કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવી હતી. જ્યાં કોસ્ટગાર્ડ, એસ.ઓ.જી., કસ્ટમ અને ફિશરીઝ વિભાગ દ્વારા યમનની બોટમાં રહેલા 6 માચ્છીમારોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બોટની તલાશી દરમિયાન એક સેટેલાઈટ ફોન મળી આવ્યાનું મનાઈ રહ્યું છે જેને પગલે સુરક્ષા એજન્સી હરકતમાં આવી ગઈ છે. સેટેલાઈટ ફોન જો કે બંધ હાલતમાં છે. ફોનનો ઉપયોગ થયો છે કે કેમ તે બાબતે સર્વેલન્સ ટીમની મદદ પણ લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે બાબતે સુરક્ષા એજન્સીએ મૌન સેવી લીધું છે.

અેવું પણ જાણવામળ્યુ છે કે ગુરુવારે વધુ એક બોટ મળી આવી છે. બોટમાંથી મળી આવેલા ખલાસીઓના જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં યમનનો સઈબ અબ્દુલ સાહેલ, સોમાલીયાનો આદમ અબ્દુલ રોબલ, મહંમદ મીરગાન જાહીયાન તેમજ ટાન્ઝાનીયાના સંધી અબ્દુલ્લાહ રમાદાન અને સાબાન અબ્દુલ સલીમ હોવાનું જાણવા મળી રહ્યું છે. દુભાષીયાની મદદથી શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી જો કે કોઈ મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી પરંતુ બોટની તલાશી દરમિયાન સેટેલાઈટ ફોન મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. યમનની બોટના માચ્છીમારોના જણાવ્યા અનુસાર એન્જીન બંધ પડી જવાથી 45 દિવસથી તેઓ દરિયામાં ભટકી રહ્યા હતા. કોસ્ટગાર્ડની મદદથી તેઓનો બચાવ થયો હોવાનું જણાવ્યું હતું.

યમનની ‘અલ બોમ મરીન’ નામની બોટ પોરબંદર લવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...