તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંઢા ગામે ગૌચર જમીનનાં દબાણમાં વિવાદની સંભાવના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટરની સુચના બાદ મોટાભાગના દબાણો સ્વેચ્છાએ દુર

માંગરોળતાલુકાના સાંઢા ગામે છેલ્લા કેટલાક સમયથી ગૌચરની જમીનમાં પેશકદમી મુદ્દે ગ્રામજનો અને દલિતો વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી સ્થિતિ ઊભી થઇ છે.જીલ્લા કલેકટરના આદેશ બાદ પોલીસ અને વહિવટી તંત્રની ઉપસ્થિતિ વચ્ચે છેલ્લા સાતેક દિવસમાં મોટા ભાગના દબાણો સ્વેચ્છાએ દૂર કરાયા છે.તો બીજી તરફ ગૌચરની જમીનમાંથી ખસી જવા દલિતોએ આજે સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે.

અત્રેથી ૩૦ કિ.મિ.દુર સાંઢા ગામે ગૌચરની જમીનમાં દબાણ સબંધે ગત વષેઁ ગ્રામજનો અને દલિતો વચ્ચે ઘષઁણ જેવી સ્થિતિ સજાઁયા બાદ કલેકટરે દબાણો દૂર કરવા ખાત્રી આપી હતી.જે અંતગઁત ડી.એલ.આર.શાખા દ્વારા ટી.ડી.ઓ.અઘેરા,ના.મામલતદાર, તલાટીમંત્રી તેમજ શીલ,માંગરોળના પોલીસ સ્ટાફની હાજરીમાં ગૌચરની માપણીના હદનિશાન નક્કી કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન જમીન પર થયેલા ખેતી વિષયક દબાણો ગ્રામજનોએ સ્વેચ્છાએ હટાવી લેતા થી એકર જમીન ખુલ્લી થઇ હતી.જયારે દલિતોને દબાણ દુર કરવાનું કહેતા ગામતળ,સીમતળની પેશકદમી દુર કરવાનું કહી ગૌચરની જમીન છોડવા ઈન્કાર કરી દીધો હતો.આ બાબતે ટી. ડી.ઓ.એ જીલ્લા કલેકટરને રિપોર્ટ કર્યો છે.વધુમાં ઘષઁણની સ્થિત સર્જાવાની શકયતા વચ્ચે વધારાના પોલીસ સ્ટાફની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...