• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • માંગરોળમાં પ્રેમલગ્નનાં મનદુ:ખે પરિવારનાં 4 પર તલવારથી હુમલો

માંગરોળમાં પ્રેમલગ્નનાં મનદુ:ખે પરિવારનાં 4 પર તલવારથી હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિલ્લતનગરવિસ્તારમાં રહેતા ઈશા મહમદભાઈ ખેભરના પુત્ર ઉવૈશને સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ મલેકની પુત્રી સાથે પ્રેમસબંધ હતો.દરમિયાન બંને ગત તા.૧૯ના રોજ ઘરેથી ભાગી ગયા હતા અને નિકાહ કરી લીધા હતા.જે અંગેનું મનદુઃખ રાખી સલીમ મલેક તલવાર લઈ આજે ઈશાભાઈના ઘરે ઘસી આવ્યો હતો.જયાં આડેધડ તલવાર વિંઝી હુમલો કરતા પેરાલિસિસગ્રસ્ત ઈશાભાઈ તથા તેમના પત્ની જીલુકાબેન ઈજાગ્રસ્ત થયા હતા.આ ઝપાઝપી દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા તેમના સગા-સબંધી સેેજુનબેન હુસેનભાઈના હાથની બે આંગળીઓ કપાઈ ગઇ હતી.જયારે હલીમાબેન અલ્લારખાને હાથમાં ફ્રેકચર થયું હોવાનું જાણવા મળેલ છે.