ખોરાસામાં એક શખ્સે મહિલાની છેડતી કરી, રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં ખોરાસા ગામે એક શખ્સે મહિલાની છેડતી કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી. ચોરવાડ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ખોરાસા (ગીર) ગામે એક મહિલા શાકમાર્કેટમાં કાન્તી નાથા પાસે કેળા લેવા ગયેલી ત્યારે આ શખ્સે કાંડુ પકડી બ્લાઉઝ ફાડી છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તારા પતિને જીવતો નહી રહેવા દઇએ એવી ધમકી આપી હતી.

આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી માંગરોળનાં નાયબ પોલીસ અધિક્ષક જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...