તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસણવેલ ગામેથી સગીરાનું અપહરણ, રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડ તાબાનાં વિસણવેલ ગામે રહેતી એક સગીરાનું અપહરણ કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ચોરવાડનાં વિસણવેલ ગામે રહેતાં એક પરિવારની સગીરાનું કુતિયાણાનાં સેગરસ ગામે રહેતો રાહુલ મંગા રાઠોડ નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદનામ કરવાનાં ઇરાદે અપહરણ કરી ગયો હતો. જેથી સગીરાનાં પિતાએ આ શખ્સ વિરૂધ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...