તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • મળી આવેલા 6 ખલાસી પૈકી 3 યમનના અને 3 ટાન્ઝાનીયાના હોવાનું બહાર આવ્યું

મળી આવેલા 6 ખલાસી પૈકી 3 યમનના અને 3 ટાન્ઝાનીયાના હોવાનું બહાર આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળથી મળી આવેલી શંકાસ્પદ બોટનાં ખલાસીઓની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ

ગુજરાતનાસંવેદનશીલ દરિયામાંથી અવારનવાર શંકાસ્પદ બોટ મળી આવવાની ઘટના બને છે. સોમવારે માંગરોળના દરિયામાં યમનની એક બોટ ચડી આવી હતી. બોટનું એન્જીન બંધ પડી જતાં મધદરીયે ખલાસી સાથેની બોટ ફસાઇ હતી. માછીમારોએ પોતાનો જીવ બચાવા ભારતીય તટરક્ષકને જાણ કરતા કોસ્ટગાર્ડની સમુદ્ર પ્રહર નામની શીપ તાત્કાલીક મદદે દોડી ગઇ હતી અને બોટને શીપ સાથે બાંધી અને આજે વહેલી સવારે પોરબંદર ઓલવેધર પોર્ટ ઉપર આવેલા કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવી હતી.

કોસ્ટગાર્ડના અધિકારીએ એવું જણાવ્યું હતું કે, હાલ બોટમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, બોટ યમનની ‘અલ બોમ મરીન’ બોટ છે અને બોટમાં રહેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એન્જીનની ખરાબીના કારણે બોટ ભારતીય જળ સીમામાં આવી પહોંચી છે. હાલ તો એસઓજી સહીતની સુરક્ષા એજન્સી દ્વારા માછીમારોની પુછપરછ ચાલી રહી છે દરમિયાન એવી વિગતો બહાર હતી કે યમનની બોટ ગત તા. 20/6 ના રોજ માચ્છીમારી કરવા માટે નીકળી હતી અને બીજા દિવસે બોટનું એન્જીન બંધ પડી જતા છેલ્લા 45 દિવસથી તેઓ દરિયામાં ભટકી રહ્યા હતા અને અંતે માંગરોળના દરિયામાં આવી પહોંચતા કોસ્ટગાર્ડની મદદથી તેઓને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા. મળી આવેલા 6 ખલાસીઓ પૈકી 3 યમનના અને 3 ટાન્ઝાનીયાના હોવાનું બહાર આવ્યું છે.

ઠંડાપીણા અને પ્લાસ્ટીકના કેન મળ્યા

યમનનીબોટ ‘અલ બોમ મરીન’ નામની બોટમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઠંડાપીણાની બોટલો, પ્લાસ્ટીકના કેન તેમજ ખાદ્યસામગ્રી તેમજ વાસણો સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...