તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Manavadar
 • સ્વામીનારાયણ સંપ્રદાય આદ્યાત્મિક્તા સાથે શિક્ષણને મહત્વ આપે છે : સ્વામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામીનારાયણ સંપ્રદાય આદ્યાત્મિક્તા સાથે શિક્ષણને મહત્વ આપે છે : સ્વામી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરખાતે પ.પુ.ધ.ધું 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ.પુ. 108 ભાવી આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં આશિર્વાદથી દરવર્ષે માણાવદર ખાતે શ્રી સ્વામીનારાયણ સત્સંગી શિબીરનું આયોજન કરવામાં આવે છે.

સત્સંગી શિબીરમાં સરધારનાં સદગુરૂ સ્વામી નિત્યસ્વરૂપદાસજી અને પુર્ણસ્વરૂપદાસજી દ્વારા હરિભક્તોને માર્ગદર્શન અપાયું હતું. તકે સદગુરૂ સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ જણાવ્યું હતુ કે સમાજને અંદર આપણી આવતી પેઢીને જાળવવી બહુ મહત્વની છે. આપણી સંસ્કૃતિનો મહત્વ સમજાય અને સંસ્કારો જળવાય તે માટે આવી શિબીરનું આયોજન થઇ રહયું છે. ત્યારે યુવાનો પાસે જે તાકાત છે તે વ્યસનો અને ફેશનનાં માધ્યમથી નષ્ટ થઇ જાય કારણકે યુવા પેઢી બચશે તો આપણું ભાવી ઉજ્જવળ છે. ત્યારે યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે આવી શિબીરનું આયોજન થઇ રહયું છે. ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય આધ્યાત્મિક સાથે એજયુકેશન બેઝની સાથે રાખીને ચાલે છે. જેનાં કારણે સરધાર , ગઢડા, ભાવનગર, જેવા શહેરોમાં હજારો વિધાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. જેના કારણે વિધાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કારો પણ મળે તેવો આચાર્ય મહારાજનો ભાવ છે. જો ભારતનાં તમામ ધર્મો અને સંપ્રદાયો અને ધર્મો સારૂ કરી શકે અને દુનિયાને માર્ગદર્શન આપી શકે એટલી સિધ્ધી આપણા ધર્મોમાં છે સાબિત કરી શકાશે સત્સંગી શિબીરને સફળ બનાવવા શ્રી ધર્મકુળ આશ્રીત સત્સંગ સમાજ - માણાવદર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

શિબીરમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં. તસવીર- નિલેશ પાણખાણિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો