• Gujarati News
  • માણાવદર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

માણાવદર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરપાલિકામાં ભાજપ શાસિત બોડીનાં 16 સદસ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી અને આજે ઉપપ્રમુખની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં 16 પૈકી 11 સદસ્યો ગેરહાજર રહેતા પ્રમુખ સામે મુકેલી અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઇ હતી.

માણાવદર પાલિકામાં ભાજપ શાસિત બોડી કાર્યરત હોય પ્રમુખ જીતેશભાઇ પનારા સામે શાસક પક્ષનાં 16 સદસ્યોએ ગત 24 સપ્ટે.નાં રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો હતો. દરખાસ્ત રજૂ થયા બાદ રાજકીય સખળ - ડખળનાં રાજકારણ સાથે અનેકવિધ ચર્ચાઓ પણ થઇ રહી હતી. દરમિયાન પ્રમુખે નિયત સમયમાં બેઠક બોલાવતા ઉપપ્રમુખ યોગેશ ધ્રાંગાએ બેઠક બોલાવતા આજે તેમનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. પરંતુ દરખાસ્ત મુકનારા 16 પૈકી 11 સદસ્યો ગેરહાજર રહેતા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઇ હતી. પ્રમુખ સામે બળવો પોકારનાર 11 સદસ્યો બેઠકમાં હાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો છે. આજની બેઠકમાં પ્રમુખ - ઉપપ્રમુખ સહિત ભાજપનાં 10 સદસ્યો અને કોંગ્રેસનાં 6 સદસ્યો હાજર રહયાં હતાં. આમ પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.

{ દરખાસ્ત મૂકનાર 16 પૈકી 11 સદસ્યો ગેરહાજર

કોણ - કોણ ગેરહાજર રહયાં

દિનેશભાઇકાલરીયા,નારણભાઇ ચાંદેગરા, કેતનભાઇ ગોઠી, કંચનબેન જસાણી, હિરાબેન બુમતારીયા, ભગવતીબેન કાથરોટીયા, વસંતભાઇ મારડીયા, મિતલબેન ડઢાણીયા, ભાયાભાઇ ઓડેદરા, મહેશભાઇ ડેકીવાડીયા, માધવજીભાઇ પંચારીયા.