તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણાવદરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાની પોલીસે આપી બાંહેધરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરપોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત લોક દરબારનું આયોજન પીઅેસઆઇ એસ.એમ.સોલંકીના અધ્યક્ષતામાં કરાયું હતું. તકે શહેરનાં 200 થી પણ વધુ વેપારીઓએ હાજર રહી વિવિધ પ્રશ્નનોની રજૂઆત કરી હતી. જેમાં આર.ટી.ઓ.નાં નિયમ પ્રમાણે રીક્ષાઓનાં સાયલેન્સર જમીન તરફ રાખવા આથી પ્રદુષણના ફેલાવાને અટકાવી શકાય, તેમજ બસ સ્ટેશનમાં ખુલ્લેઆમ થઇ રહેલા દારૂના વેપાર ધંધાને અટકાવી તેમજ બસ સ્ટેશનમાં રાત્રી માટે કાયમી પોલીસ કોન્સટેબલ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત શહેરમાં વધતા જતા ટ્રાફીક સમસ્ય લોકોના માથાના દુખાવા સમાન બની છે. જેમાં ટ્રાફીકનો પ્રશ્ન ગંભીર જણાતા સમસ્યાના ઉકેલ માટે પોતે ખુદ પગપાળા ચાલીને શહેરનું નિરીક્ષણ કરશે તેમજ જે જગ્યાએ ટ્રાફીકને અડચણરૂપ વાહનો, માલસામાન હશે તેવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પીએસઅાઇએ જણાવ્યું હતું.

વેપારીઓએ લોક દરબારમાં અનેક રજૂઆતો કરી /- નિલેશપાણખાણિયા

અન્ય સમાચારો પણ છે...