• Gujarati News
  • માણાવદરમાં લોકસંવાદમાં મહત્વનાં પ્રશ્નોજ મૂકાયાં

માણાવદરમાં લોકસંવાદમાં મહત્વનાં પ્રશ્નોજ મૂકાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાંઆહિર સમાજ ખાતે આજે તાલુકાકક્ષાનાં યોજાયેલા લોકસંવાદમાં મહત્વનાં પ્રશ્નો મુકાતા તેનો નિકાલ થયો હતો.

માણાવદરમાં ડીડીઓ રાજેન્દ્ર ત્રિવેદી, અધિક કલેકટર સંજય મોદી, એસડીએમ શ્રીવાસ્તવ સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં 68 પ્રશ્નો મુકાયાં હતા. જેમાં સૌથી વધુ પાલિકાનાં અને માર્ગ અને મકાન વિભાગનાં હતા. પાલિકાની બાંધકામ મંજૂરીનાં સહિતનાં પ્રશ્નો ઉઠાવાયા હતા. તા.પં.નાં ઉપપ્રમુખ હરસુખભાઇ ગરાળાના પ્રશ્નો આવતા છેક મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત થઇ છે. જેમાં જણાવાયું છે કે, એક મુખ્ય અધિકારી હાજર હોય સિવાય અન્ય કોઇ જવાબદાર અધિકારી હાજર રહેતા જેના કારણે મહત્વનાં પ્રશ્નો નોંધાયા હતા. પરંતુ મહત્વનાં પ્રશ્નોને જાણી જોઇને લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. ઉપરાંત નાકરાનાં સરપંચનાં આરોગ્ય વિભાગને જમીન આપવાનો, સરદારગઢનાં સરપંચનો જૂના બિલ્ડીંગ ડીમોલીશનનો પ્રશ્ન મુકાયો હતો. તેઓએ એસટી રૂટ બદલવાનો પ્રશ્ન મુકતા ધારાસભ્યની સુચનાથી બદલાવેલ હોવાનું કહેતાં સરદારગઢનાં સરપંચે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. અંગે તપાસ કરી યોગ્ય પગલા ભરવા પણ માંગ કરી છે. મહત્વનાં પ્રશ્નો લેવામાં આવ્યા હોવાનાં જવાબમાં માલમતદાર ડી.એ.ઝાલા જણાવ્યુ હતુ કે પ્રશ્નોનાં હતા પરંતુ રજીસ્ટરમાં નોંધાયેલા હોવાથી રહી ગયા છે અને ધ્યાન દોર્યુ હોત તો નિકાલ આવી શકત. કાર્યક્રમમાં 28 પ્રશ્નોની ચર્ચા થઇ હતી.

તસ્વીર : નિલેશ પાણખાણીયા