• Gujarati News
  • માણાવદર યાર્ડે ગામડામાં આપ્યા ડીજીટલ વજનકાંટા

માણાવદર યાર્ડે ગામડામાં આપ્યા ડીજીટલ વજનકાંટા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોલમાપમાં થતી છેતરપીંડીથી ખેડૂતોને બચાવવા આવકાર્ય કદમ ઉઠાવ્યું

ભાસ્કરન્યૂઝ.માણાવદર

માણાવદરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત હિત રક્ષા અભિયાન અંતર્ગત તાલુકાનાં ગામડાનાં ખેડૂત ડીજીટલ વજનકાંટા આપવાનું આવકાર્ય કદમ ઉઠાવ્યું છે. આજે ધારાસભ્ય અને માર્કેટીંગયાર્ડનાં ચેરમેન જવાહરભાઇ ચાવડાનાં હસ્તે ખેડુતોને વિનામૂલ્યે ડીજીટલ કાંટા વિતરણ કરાયા હતાં. તકે ચેરમેન ચાવડાએ જણાવ્યું હતું કે દર વર્ષે તોલમાં છેતરપીંડી થતી હોવાની ફરિયાદો થતી રહેતી હતી અને કોડવાવમાં ગત વર્ષે છેતરપીંડીનો કિસ્સો બહાર આવ્યા બાદ ખેડૂતોને પાકનું પુરેપુરૂ વળતર મળે માટે ડીજીટલ કાંટા આપવાનો નિર્ણય લેવાયો છે. દરેક ગામે સહકારી મંડળી, ગ્રા.પં. કચેરી, ગૌશાળા સહિત હાલ 125 ડીજીટલ કાંટા વિતરણ કરાયાં છે. ખેડૂત સરમણબાપાએ ચેરમેનનાં નિર્ણયને આવકાર્યો હતો. યાર્ડનાં સેક્રેટરી અખિલેશ ભટ્ટ સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

તસ્વીર : નિલેશ પાણખાણીયા