જાતિ અંગેનાં દાખલા નિકળતાં માલધારીઓનું ઉપવાસ આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરપંથકમાં વસતા માલધારીઓને છેલ્લા ઘણા સમયથી જાતિય અંગેનાં પ્રમાણપત્ર મેળવવાન અંગે ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે. અને અનેક વખતની રજૂઆતો છતા પણ દાખલો નિકળતાં છેલ્લે માલધારી દ્વારા અંતિમ પગલા રૂપે મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર પાંચ વ્યકિત બેસી ગયા છે. ત્યારે તેને સહકાર આપવા મોટી સંખ્યામાં સમાજનાં લોકો જોડાયા છે.

અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગીર, બરડો અને આળીસનાં માલધારીઓ જેમાં ચારણ, રબારી અને ભરવાડ સમાજનાં લોકોને અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરેલ છે. પરંતુ અંગેનો દાખલો મેળવવામાં તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને પુરતા આધાર પુરાવાઓ હોવા છતાં દાખલાને નામંજુર કરી દેવામાં આવે છે. ત્યારે સમાજનાં સામતભાઇ મેઘાણી, ધાનાભાઇ ગુજરીયા, લાખાભાઇ મેઘાણી, રૂપડભાઇ ભાસળીયા અને ભાયાભાઇ ભાભલા વિસાવદર મામલતદાર કચેરી સામે આમ પાંચ લોકો આમરણાંત ઉપવાસ. પર બેસી ગયા છે અને આવતીકાલથી વધુ ત્રણ લોકો જોડાશે તેવા પણ સમાચાર મળ્યાં છે. જેના નામ દેવાભાઇ ચારણ માણાવદરનાં સરસાઇનાં માણસુરભાઇ , હસનાપુરનાં બાલાભાઇ ચારણ હોવાનું જાણવા મળેલ છે. જોકે પ્રથમ દિવસે ભાજપ કોંગ્રેસનાં આગેવાનોએ પણ છાવણીની મુલાકાત લીધી હતી. તેમાં તા.પં. પ્રમુખ જોધાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાડોદરીયા, તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયા સહિતનાં આગેવાનોએ મુલાકાત લીધી હતી.

વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર જાગતા આમરણાંત પર

ભાજપ આગેવાન અરવીંદભાઇ દોમડીયાએ માલધારીઓને આશ્વાસન આપતા એવું વચન આપ્યું છે કે તમારી સમસ્યાની જાણ હું મુખ્યમંત્રી સુધી પહોંચાડીશ અને આનો તાત્કાલીક નિકાલ થાશે તેવી ખાતરી આપી હતી. તસવીર- વિપુલ લાલાણી

મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડીશ

અન્ય સમાચારો પણ છે...