સારંગપીપળી ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર. માણાવદર

માણાવદરનાંસારંગપીપળી વિનય મંદિર- સારંગપિપળી હાઇસ્કૂલ શાળામાં મામલતદાર ઝાલાની ઉપસ્થિતીમાં પ્રવેશોત્સવ ઉજવ્યો જેમા, ધો.9માં 40 વિદ્યાર્થીઓને કુમ-કુમ તીલક કરી, આવકારી પ્રવેશ આપી, સાઇકલ,પુસ્તક અને આગળનાં ધોરણમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મામલતદારનાં હસ્તે દાતાઓનું સન્માન, ‌100 વર્ષની ઉંમરનાં વયોવૃદ્ધ નારણબાપાનું સન્માન, તેમજ, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મામલતદાર અને આચાર્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...