• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Manavadar
  • બ્રહ્મ સમાજના વોટ્સએપ ગૃપમાં નક્કી થયા 39 યુગલોનાં લગ્ન : 51000નું દાન મળ્યું

બ્રહ્મ સમાજના વોટ્સએપ ગૃપમાં નક્કી થયા 39 યુગલોનાં લગ્ન : 51000નું દાન મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ પણ વસ્તુ ખરાબ નથી હોતી. પરંતુ તેનો અતિરેક અને નકારાત્મક રીતે થતો ઉપયોગ નુકસાનકારક બની શકે છે. સોશ્યલ મિડીયાનો પણ જો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવે તો સમાજ માટે ફાયદેમંદ પણ સાબિત થઇ શકે છે. આવું જ વોટ્સએપના મામલે થયું છે. સામાન્ય રીતે વોટ્સએપને ટાઇમ પાસનું માધ્યમ ગણવામાં આવે છે. તેનાથી અનેક પ્રકારની જાણકારી મળે છે પરંતુ તેનો અતિરેક તમામ લોકો માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે. જોકે, બ્રહ્મ સમાજે સોશ્યલ મિડીયાનો સદુપયોગ કરી સમાજમાં લગ્નવાંચ્છુકો માટે યોગ્ય પાત્ર પસંદગીની સમસ્યાને ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. આ વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના લીંબુડાનાં મનોજભાઇ રાવલની. મનોજભાઇએ લગ્નવાંચ્છુકોને યોગ્ય પાત્ર મળી શકે એ માટે માટે વોટ્સએપનાં માધ્યમનો સહારો લીધો. તેમણે સમસ્ત બ્રહ્મ સમાજના લગ્નોત્સુક સૌરાષ્ટ્ર-કચ્છનાં યુવક-યુવતીઓ માટે એક પુસ્તિકા બહાર પાડવા વોટ્સએપ દ્વારા બાયોડેટા મંગાવ્યા. જોકે, પુસ્તિકા બહાર પડે એ પહેલાંજ વોટ્સએપ ગૃપનાં માધ્યમથી 39 યુગલોનું નક્કી થઇ ગયું. આ સાથે અન્ય 80 દિકરીઓ અને 250 દિકરાઓના બાયોડેટા પણ સંસ્થાને મળી ગયા. એટલુંજ નહીં સંસ્થાને માંગ્યા વિના જ 51 હજારનું દાન પણ મળી ગયું. મનોજભાઇ રાવલ કહે છે કે, હજી પણ જે યુવક-યુવતી લગ્નોત્સુક હોય તેઓ પોતાના બાયોડેટા 31 ઓગસ્ટ સુધીમાં મનોજભાઇ રાવલ (મો.ન.9687729845), મુ. લીંબુડા, તા. માણાવદરને મોકલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...