તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણાવદરના ખેડૂતો વ‌ળતરનો ચેક વડાપ્રધાનને પાછો આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાંઆજે પાક વીમાનાં નામે ખેડુત સાથે ભાજપ સરકારે કરેલી ક્રૂર મજાકના વિરોધમાં ખેડુત આક્રોશ સંમેલન યોજાયું હતું. ધારાસભ્ય જવાહર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં તાલુકાનાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

તકે ધારાસભ્ય જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડુતોને કપાસનાં 1500 ‌રૂપિયા આપવાનું, ડબલ નફો આપવાની જાહેરાતો કરીને ભાજપ સરકાર ખેડુતો સાથે છેતરપીંડી કરી રહી છે. સરકારના આંકડા કહે છે કે, ગત વર્ષે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. છતાં અબજો રૂપિયાની લૂંટ ચલાવનાર ખાનગી કંપની ખેડુતોને પાક વીમો આપતી નથી.

100 ટકા પાક નિષ્ફળ ગયો હોવા છતાં વળતર પેટે 5 ટકા જેવો પાક વીમો આપીને સરકાર ખેડુતોની ક્રુર મજાક કરી રહી છે. બાબતે માણાવદર-વંથલી-મેંદરડાનાં ખેડુતો પોતે એકાઉન્ટ પે નો ચેક વડાપ્રધાનના નામે રકમ પરત કરશે. તા.10 સપ્ટે. 2017 સુધીમાં જે ખેડુતો જવાહરભાઇને આપશે ચેક તેઓ વડા પ્રધાનને મોકલી આપશે. ત્યારે દેશમાં આવી રીતે વિરોધ નોંધાવવાની પ્રથમ ઘટના બનશે. વધુમાં ભાજપ સરકારે ખેડુતના પાક વીમા ખાનગી કંપનીને સોંપતા તેના ભ્રષ્ટ વહીવટને પડકારવા ખેડુતો વતી આરટીઆઇનું શસ્ત્ર પણ ઉગામશે. સંમેલનમાં હાર્દિક સવસાણી, દિનેશ ટીલવા, ગોવિંદ સવસાણી, જગદીશ મા‌રૂ, જગત પટેલ, સરપંચો અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાક વીમાના રૂ.1500 આપી મજાક કરાઈ છે

અન્ય સમાચારો પણ છે...