તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડીયા ગામેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર પંથકનાં ખડીયા ગામે એક મકાનમાં ધમધમતું જુગારધામ પોલીસે ઝડપી લઇ 4 શખ્સોની અટક કરી 54 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન બે શખ્સો નાસી ગયા હતાં. મકાન માલિક જુગારધામનો અખેડો ચલાવી બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરનાં ખડીયા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતો રાજેશ ઉર્ફે કાન્તીસુર્ય જેન્તી બગડા પોતાનાં રહેણાંક મકાનમાં અંગત આર્થિક લાભ હેતુ બહારથી માણસોને બોલાવી જુગારધામ ચલાવતો હોય પીએસઆઇ હેરભા અને સ્ટાફે તેનાં મકાનમાં રેઇડ કરી રાજેશ, અતુલ જેન્તી બગડા, નરેશ છગન વિંઝુડા, જેન્તી નથુ વિંઝુડાને જુગાર રમતા ઝડપી લઇ રોકડ, 4 મોબાઇલ, 2 બાઇક સહિત કુલ રૂ.54,650નો મુદામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન હકા અરજણ કાબા અને માલદે અરજણ કાબા નાસી ગયા હતાં. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા 4,5 અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...