કડાયા ગામે મકાનમાંથી 1.70 લાખની માલમત્તાની તસ્કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં કડાયા ગામે એક મકાનમાંથી તસ્કરો 1.70 લાખની માલમત્તાની ચોરી કરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવાર બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ તેમનાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ દાગીના સહિતની માલમત્તાની ઉઠાંતરી કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના પંથકનાં કડાયા ગામે પટેલ શેરીમાં રહેતા કાનજીભાઇ રામજીભાઇ કણસાગરા પોતાનાં પરિવાર સાથે બહાર ગયા હતાં ત્યારે તસ્કરોએ તેમનાં મકાનનાં ઢાળિયાની દિવાલ કુદી અંદર પ્રવેશી ઓસરીમાં આવેલા રૂમનાં દરવાજાનું તાળુ તોડી કબાટની તિજોરીને તોડી અંદરથી 50 હજારની રોકડ, 5 તોલાની સોનાની બંગડી 4, 3 તોલા સોનાનો હાર, 3 તોલાનો સોનાનો ચેઇન, 1 તોલાનો ચેઇન મળી કુલ રૂ.1,70,000ની માલમત્તાની ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી એફએસએલ અને ડોગસ્કવોર્ડની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...