તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળી કૌભાંડની તપાસ હાઇકોર્ટનાં સીટીંગ જ્જને સોંપો : આવેદન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં ધૂળ અને ઢેફા ભેળવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમની તપાસ હાઇકોર્ટનાં સીટીંગ જ્જને સોંપવા માળિયા કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે. તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ધારાસભ્ય બાબુભાઇ વાજાની આગેવાની હેઠળ સુત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 288 ગોડાઉનમાં મગફળીનો જથ્થો ચેક કરવો જોઇએ. તેમજ મગફળી કેન્દ્રો પર પણ તપાસ કરવી જોઇએ. જો આ મુદ્દે તપાસ નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન ગૌસ્વામી, કરસનભાઇ, ગોપાલભાઇ વાજા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન અપાયું.તસવીર-મહેશ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...