તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયાહાટીનાનાં જાનુડીમાંથી બે દીપડા પાંજરે, હજુ 1ની શોધખોળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 દિવસ પહેલા માળિયાનાં જાનડી ગામમાં એકી સાથે 3 દીપડા ચઢી આવ્યાં હતાં અને એક શ્વાનનું મારણ કર્યુ હતું. જેથી લખમણભાઇ સીંધવે વન વિભાગને જાણ કરતાં આરએફઓ શીલુ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને આ દીપડાઓને પાંજરે પુરવા મારણ સાથે પાંજરૂ મુકયું હતું. અંતે બે દિવસમાં બંને દીપડા કેદ થઇ ગયા હતાં. જેમને સાસણ ગીરનાં જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતાં. હજુ પણ એક દીપડો પાંજરે કેદ ન થયો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...