તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લીકેટ દવાનાં જથ્થામાં મુખ્ય આરોપી પોલીસની પકડથી દુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયા પંથકમાં ગાંગેચા ગામેથી બુધવારે મોડીરાત્રીનાં ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માળિયા તાલુકાનાં ગાંગેચા ગામે ગત બુધવારે પોલીસે બાતમીનાં આધારે સુરેશ વલ્લભ વડાલીયાની વાડીનાં ગોડાઉનમાંથી 61 લાખની ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં સુરેશ વડાલીયાની પોલીસે અટક કરી આકરી પુછપરછ કરતાં તેમણે કહયું હતું કે, આ જથ્થો મારો નથી. ગાંગેચાનાં પીયુષ ધીરૂ વડાલીયાનો છે. જેથી પોલીસે આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ તે હજુ પોલીસ પકડથી બહાર છે.

આ ડુપ્લીકેટ જંતુનાશક દવાનાં જથ્થાને લઇ જૂનાગઢની ટીમ પણ સેમ્પલ લેવા માટે આવી હતી. જેમનો રિપોર્ટ પણ હજુ સુધી આવ્યો નથી. આ શખ્સ કેટલા સમયથી દવાનો વેપાર કરે છે તે કયાંથી મંગાવતો હતો તેતો તેમની અટક બાદ જ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...