સગાઇની ના પાડતા પાતરાનાં યુવાનને પરિવારે ઢીબી નાંખ્યો

સોનાનો ચેઈન પણ ચોરાયો, ચોરવાડ પોલીસે ફરિયાદ નોંધી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Maliya Hatina - સગાઇની ના પાડતા પાતરાનાં યુવાનને પરિવારે ઢીબી નાંખ્યો
માળિયાહાટીના પંથકનાં પાતરાનાં યુવાનને સગાઇ મુદ્દે માર મારવામાં આવતાં 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ઝપાઝપીમાં યુવાનનો સોનાનો ચેઈન પણ ચોરાઈ જવા પામ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોરવાડ તાબાનાં પાતરા ગામે રહેતા મનીષભાઇ કરશનભાઇ વાળાની સગાઇનું નકકી ધાબ્રાવડ ગામે રહેતી કાજલબેન કાનજીભાઇ નામની યુવતી સાથે નકકી થયું હતું. પરંતુ પાછળથી કોઇ કારણોસર સગાઇની ના પાડી હતી. જેમનાં મનદુ:ખમાં પ્રફુલ સાગઠીયા, કાનજી ઉર્ફે રઘા જેઠા જાદવ, કાજલબેન કાનજી, સોનલબેન કાનજીએ મનિષને ગાળો ભાંડી હતી અને ખુરશી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ સમયે મનિષનો સોનાનો ચેઇન ત્યાં પડી ગયો હતો. તેમજ બાઇકમાં પણ નુકસાન કરતાં આ ચારેય વિરૂધ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વધુ તપાસ પીએસઆઇ એસ.કે.માલમ ચલાવી રહયાં છે.

X
Maliya Hatina - સગાઇની ના પાડતા પાતરાનાં યુવાનને પરિવારે ઢીબી નાંખ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App