તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીકાર્ડમાં પુત્રીનું નામ નહીં સુધરે તો પિતા કરશે આંદોલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં પાણકવા ગામનાં સામાજીક કાર્યકરે ચૂંટણીકાર્ડનાં પ્રશ્નને લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

માળિયા પંથકનાં પાણકવા ગામે રહેતા સામાજીક કાર્યકર જીવાભાઇ નંદાણીયાએ જૂનાગઢ જિલ્લા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે કે તેમની પુત્રીનાં ચૂંટણીકાર્ડમાં ભુલથી અન્યનું નામ ચઢાવી દેવામાં આવ્યું હતું. જેમાં સુધારો કરવા માટે 13 માર્ચ 2018 નાં રોજ માળિયા ચૂંટણી શાખામાં લેખીતમાં અરજી કરી હતી. જેમનાં અાધારે મતદારયાદીમાં સુધારો થઇ ગયો છે. પરંતુ આટલો સમય વિત્યા બાદ પણ આજદિન સુધી ચૂંટણીકાર્ડમાં સુધારો થયો નથી. આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરી છે છતાં કોઇ કામગીરી જવાબદાર તંત્ર દ્વારા કરાઇ નથી. જો આગામી 10 દિવસમાં ચૂંટણીકાર્ડમાં નામમાં સુધારો કરી નવું નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીકાર્ડમાં અનેકવાર ભુલો સામે આવતી હોય છે. જેથી કાર્ડ ધારકે કચેરીનાં ધક્કા ખાવા પડતાં હોય છે, તેમ છતાં સમયસર તેમનું કામ થતું હોતુ નથી.

અન્ય સમાચારો પણ છે...