તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Mahuva
  • Mahuva અધિકારીઓ િનર્ણય લેવાનું ટાળતા હોય કર્મીઓ કાનૂની જંગે : કોર્ટનું ભારણ વધ્યુ

અધિકારીઓ િનર્ણય લેવાનું ટાળતા હોય કર્મીઓ કાનૂની જંગે : કોર્ટનું ભારણ વધ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓ અને પદાધિકારોઓ જવાબદારી પૂર્વક નિર્ણયો લેવાનું ટાળતા હોય લોકો અને કર્મચારીઓને અદાલતના દ્વારે જવું પડતું હોય સમય, નાણા અને અદાલતોનું ભારણ વધી રહ્યું છે.

મહુવા નગરપાલીકાના રોજમદાર અને ફીક્સ પગારી કર્મચારી પૈકી 20 થી 22 કર્મચારીઓ 2005 થી પોતાના સમાન કામ સમાન વેતનની લડત મજુર અદાલત, હાઇકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધી લડી એવોર્ડ મેળવી વર્ગ 3 કે 4 ના કર્મચારીઓને મળતા પગાર મેળવવા હકદાર બન્યા છે.નગરપાલીકાના ચીફ ઓફીસરે તા.3/10ના હુકમ મુજબ કોર્ટમાં ગયેલ કર્મીઓને સપ્ટેમ્બર-18થી પગાર ધોરણ મુજબ પગાર કરવાના હુકમ સાથે 33 ટકા એરીયર્સની રકમ ચુકવી આપી બાકી એરીયર્સની રકમ બે માસ બાદ ચુકવવા ખાત્રી આપી છે.

આ કર્મચારીઓ નોકરીમાં જોડાયા તે પહેલાના કર્મચારીઓને આવા લાભ આપવા કોઇ હુકમો થયા નથી આવા કર્મચારી પાછળથી મજુર અદાલતમાં ગયા છે. પરંતું અપીલની પ્રથા હોય આ કર્મચારીઓ પણ હાઇ કોર્ટ સુધી લડી એવોર્ડ મેળવશે અને કોર્ટ ઓફ કન્ટેઇમ સુધી અદાલતના દ્વારે જશે ત્યાર બાદ તેમનો ઉધ્ધાર થશે. મહુવા નગરપાલીકાના અનેક કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓના લીટીગેશન ચાલી રહ્યાં છે, જેના સુખદ નિરાકરણ માટે કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે બેસી સમાધાનની ભુમીકા ઉભી કરી અદાલતનું ભારણ ધટાડવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...