સાવકી દિકરી પર કુદ્રષ્ટિ નાખી નિર્લજજ હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા શહેરની ભારત સોસાયટીમાં રહેતા પતિએ આજે વહેલી સવારે તેમની પત્ની પાસે શરીર સુખ માંગતા અને પત્નીએ ના પાડતા કામાંધ પતિ એ તુ નહીં તો તારી દીકરી કહી પોતાની સાવકી દીકરી પર કુ દ્રષ્ટી નાખી તેણી પર નિર્લજ્જ હુમલો કરી બદકામ કરવાના ઇરાદે બાથરૂમ તરફ ઢસડી જતા બાળાએ બુમાબુમ કરી મુકતા કામાંધ પિતા નાસી છુટયો હતો.

મહુવામા ભારત સોસાયટીમા રહેતા સંજય મગનભાઇ અમરેલીયા એ આજે સવારે તેમની પત્ની પાસે શરીર સુખની માંગણી કરી હતી.જે અંગે પત્નીએ ના પાડતા કામાંધ બનેલા પતિએ તુ નહીં તો તારી દિકરી તેમ કહી તેમની સાવકી દિકરી (ઉ.વ.13) ઉપર કુદ્રષ્ટીથી જોઇ તેણીનુ બાવડુ પકડી બદકામ કરવાના ઇરાદે ઢસડી બાથરૂમ તરફ લઇ જવાની કોશીષ કરતા તેણીએ બુમાબુમ કરી મુકતા સંજય ભાગી છુટયો હતો.આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ભારતીય ફોજદારી ધારા અને પોસ્કોના કાયદા હેઠળ ગુન્હો નોંધી આરોપી સંજય મગનભાઇ અમરેલીયાની ધરપકડ કરી તેને લોકઅપ હવાલે કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ આર.એમ.નકવી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...