ભાદ્રોડમાં ઘરે ઘરે દવાનુ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા પાસેના ભાદ્રોડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ચોમાસાની સિઝનમાં રોગચાળો ન ફેલાય તે માટે ઘરે-ઘરે દવાનું વિતરણ કરેલ,પાણીમાં દવા નાખેલ, ભાદ્રોડના અસરગ્રસ્ત તમામ વિસ્તારમાં પાણીમાં નાંખવાની ટીકડીનું વિતરણ કરેલ લોકોને શિક્ષણ પુરૂ પાડેલ. સરકારના કાર્યક્રમ ઓરી-રૂબેલા રસીકરણમાં દરેક શાળામાં મિટીંગ કરી શિક્ષકોને, વાલીઓને સમજાવેલ. સરકારી દવાખાનાની આશરે રૂ.25 લાખની જમીન સરકારને દાનમાં અપાવેલ. ડો.પરેશભાઇ અનંતરાય પંડયાની બદલી બંધ રાખવા ઉગ્ર માંગણી કરેલ છે. જો બદલી બંધ નહી રહે તો સરકારી દવાખાનાને તાળાબંધી કરવામાં આવશે. તેમ ભાદ્રોડ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઇ એસ. કાતરીયા એ એક લેખીત માંગણીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...