દુષ્કર્મ કેસમાં 10 વરસની કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાના બિલડીગામે રહેતા અને પરણીત શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સંદર્ભનો કેસ આજે મહુવાની સ્પેશીયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાન ઠેરવી 10 વરસની કેદની સજા અને રૂ.12 હજારનો દંડ તથા સગીર હોવા છતાં તેણીનુ કુટુંબ નીયોજનનુ �”પરેશન કરનાર તબીબ સામે પણ તપાસ કરી પગલા ભરવાનો મહુવાની અદાલતે હુકમ કર્યો હતો.

બિલડી ગામે રહેતા જીણા અરજણભાઇ ચુડાસમાએ ગત તા.27/4/2014 ના રોજ તે જ ગામમાં રહેતી 14 વરસની સગીરાને લલચાવી ફોસલાવી પોતે પરણીત હોવા છતાં બદકામ કરવાના ઇરાદે ભગાડીને લઇ ગયો હતો.અને તેણીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ.આ બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોલ્કો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.

ઉપરોકત ફરિયાદ અન્વયે આજે મહુવાની સ્પે.પોસ્કો જજ એમ.એસ.સિંધીની અદાલતમા આ કેસ ચાલી જતાં સરકારી વકીલ અરવિંદભાઇ સોલંકીની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપી જીણાને તકસીરવાન ઠેરવી 10 વરસની કેદ તથા જુુદી જુદી કલમો હેઠળ રૂ.12 હજારનો દંડ ફટકાર્યો હતો.અને દંડ પૈકીની રકમમાંથી રૂ.10 હજાર ભોગ બનનારને વળતર રૂપે આપવાનું ફરમાન કરેલ છે.તેમજ તપાસ કરનાર અધીકારીની બેદરકારીની નોંધ લઇ તેની સામે પણ પગલા ભરવાનું ફરમાન કરેલ છે.તેમજ ભોગ બનનાર સગીર હોવાનું જાણતા હોવા છતાં તેણીનુ કુટુંબ નિયોજનનું �ઓપરેશન કરનાર તબીબની તપાસ કરી જો ડોકટર કસુરવાન નીકળે તો તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...