તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાને ઝેરી પદાર્થવાળી સોડા પીવડાવવાની કોશીષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા ફાતેમા સોસાયટીમાં મહિલાને પકડી બળજબરીથી ઝેરી પદાર્થવાળી સાડા પીવડાવવાની કોશીષ કરાતા ભારે ચકચાર મચી જવા પામી હતી.આ મામલે મહુવા પોલીસમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તાસ હાથ ધરી છે.

સિહોર તાલુકાના ટાણા ગામના હસરભાઇ સાબુભાઇ કુરેશીના પત્નિ યાસીનબેન તેમની પોૈત્રીને મહુવા સાસરીયે મુકવા આવેલ ત્યારે ફાતેમા સોસાયટીમા રહેતા રફીક કાળુભાઇ , સાહિદાબેન,વહિદાબેન રફીકભાઇ, અકરમ રફીકભાઇ અને ઇસ્માઇલ ભાઇએ ફરિયાદીના દિકરાની પત્ની સમીરાબેને આજથી દોઢ વરસ પહેલા આત્મ હત્યા કરેલ તેની દાઝ રાખી ઢીકા પાટુનો મારમારી વાળ અને હાથ પકડી ઝેરી પદાર્થવાળી સોડા પરાણે પીવડાવવાની કોશીષ કરી.ઘસડી પછાડી દઇ મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...