તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં પુરતા પાણી પ્રશ્ને કમિટીની રચના કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા નગરપાલિકાના વિપક્ષ ભાજપના સભ્યોની અરજી અનુસંધાને ખાસ સાધારણ સભા મ્યુનિ.ની હદ બહાર પાણીના જોડાણ આપવાના એક જ એજન્ડા સાથે ગઇ કાલે મળી હતી. સત્તાધારી કોંગ્રેસના સભ્યોએ ભાજપના શાસન કાળ દરમિયાન નગરપાલિકાની હદની અંદર અને હદ બહાર આપેલા પાણીના જોડાણો અંગે તપાસની માંગ કરી હતી. નગરપાલિકાના તમામ સભ્યોએ ખાસ સામાન્ય સભાના અંતે ખાસ કમિટીની રચના કરી નગરપાલિકાની હદ બહારના વિસ્તારમાં પાણીના જોડાણ આપવાની નીતી બનાવવા અને મહુવા નગરપાલિકાને હાલ મળી રહેલ મહી પરીએજ યોજનાની 7 એમ.એલ.ડી. પાણીના બદલે 20 એમ.એલ.ડી. પાણીની મંજુરી ઝડપથી મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા અને આ અંગે ધારાસભ્ય અને સાંસદને રજુઆત કરવાનું ઠરાવવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...