બાવળોના ઝુંડથી રસ્તાઓ સાંકડા બન્યા

બાવળોના ઝુંડથી રસ્તાઓ સાંકડા બન્યા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:11 AM IST
દિહોર ગામ ઉપરાંત આસપાસનાં સમઢિયાળા, બેલા, બાબરિયાત, ચુડી, હમીરપરા, ભારોલી, નેસવડ, મામસી, લાકડિયા, ભદ્રાવળ, ટીમાણા, નેશિયા વગેરે ગામોમાં ઘણા સમયથી ગાંડા બાવળોનાં ઝૂંડ જંગલની જેમ ઘટાટોપ બની ગયા છે. દરેક રસ્તાઓ આ બાવળ અને અન્ય ઝાડી-ઝાંખરાને કારણે સાંકડા બની ગયા છે.

એક તો ગામડાનાં રસ્તે કરેલો ડામર સીંગલપટ્ટ જ હોય છે તો બીજીબાજુ ડામરની સાઇડમાં પડતર જગ્યામાં ઉગેલા ગાંડા કે અન્ય બાવળોની ડાળીઓ ખૂબ મોટી જઇ જતાં ડામરનાં રસ્તા તરફ ચાર-પાંચ ફૂટ જગ્યા દબાવી દે છે. બંને સાઇડ આ રીતે બાવળો વધીજતાં ડામરનો રસ્તો તો પાંચ ૂટ પણ ખુલ્લો રહેતો નથી. આથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યાં છે. ગામડાનાં રસ્તે બસ કે ટ્રક જેવા મોટા વાહન સામે મળે ત્યારે ટુ વ્હીલવાળાએ કે પગપાળા ચાલતા મુસાફરોએ બાવળનાં ઝૂંડ નીચે છેક કાંટાઓની વચ્ચે જઇને ઉભા રહી જવું પડે છે.

X
બાવળોના ઝુંડથી રસ્તાઓ સાંકડા બન્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી