તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલગાજરડા સરકારી સ્કુલમાં સ્પર્ધાઓ યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો| મહુવાની સરકારી મોડેલ સ્કુલ તલગાજરડા ખાતે મહાત્મા ગાંધીજી 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વકતૃત્વ, નિબંધ, કાવ્ય, કાવ્યગાન, ચિત્ર વગેરે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગાંધીજીના સમગ્ર જીવનના દર્શન કરાવ્યા હતા. તેમજ ગાંધીજીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સૂત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો દ્વારા સફાઇ કામગીરી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...