• Gujarati News
  • નેસવડ ગામે મારૂતિ દ્વારનું લોકાર્પણ

નેસવડ ગામે મારૂતિ દ્વારનું લોકાર્પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના નેસવડ ગામ સમસ્ત આયજીત મારૂતિ દ્વાર નું લોકાર્પણ પ.પૂ મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવેલ હતી. તા.4/4ના રોજ સાંજે 5 કલાકે સ્વ. ભગવાનભાઇ મોહનભાઇ મકવાણા ની સ્મૃતિમાં મારૂતિ દ્વાર તેમના પરિવાર તરફથી બનાવવામાં આવેલ છે.

મારૂતિ દ્વારનું લોકાર્પણ પ.પુ. મોરારીબાપુનાના વરદ્દ હસ્તે કરવામાં આવેલ. નેસવડ ગામજનોની બહોળી હાજરી અને મહેમાનોની વિશાળ સંખ્યાની હાજરીમાં પુ.બાપુએ નવદ્વાર અને દશમું દ્વાર પ્રવેશદ્વારનું મહત્વ સમજાવેલ. પ્રવેશદ્વારમાંથી નેસવડ ગામની એકતા, સંપને નુકશાન કરવા દાખલ થાય તેની સજાગતા રાખવા ગામનાં આગેવાનોની જવાબદારી છે.

કાર્યક્રમમાં નેસવડ ગામ સમસ્ત બાપુનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી શામજીભાઇએ તેમજ ચંદુભાઇએ સ્વાગત કરેલ. ભકિત તન્મયદાસજી તથા દેવેન્દ્રદાસબાપુ શાંતિ સ્વરૂપદાસજીનું સ્વાગત સરપંચ પરશોત્તમભાઇ તથા મહુવા કા.ચેરમેન ઓધડભાઇ શેઠએ સ્વાગત કરેલ.કાર્યક્રમમાં આર.સી.મકવાણા, પ્રવિણભાઇ વાળા, વલ્લભભાઇ માળીયા, પ્રતાપભાઇ ગોહિલ, બીપીનભાઇ સંધવી વગેરે હાજરી આપી હતી.

અરજણભાઇ મકવાણાએ મારૂતી દ્વારની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમના અંતમાં આભારવિધી જોળીયા વિરાભાઇએ કરતા જણાવેલ કે જે કાર્યો ગામ કે આગેવાનોથી બંધ થાય તે પુ.બાપુના શબ્દની અમૃતવાણી થી કુટેવો તેમજ વ્યસનો 100 ટકા બંધ થઇ જાય છે. જે 1992ની અમૃતવાણી બનેલ છે.