• Gujarati News
  • મહુવા બ્યુરો. 9 સપ્ટેમ્બર મહુવાથીઅમદાવાદ માટે જવા રાત્રીના સમયે અનેક પ્રાઇવેટ લકઝરી બસ મહુવાથી

મહુવા બ્યુરો. 9 સપ્ટેમ્બર મહુવાથીઅમદાવાદ માટે જવા રાત્રીના સમયે અનેક પ્રાઇવેટ લકઝરી બસ મહુવાથી ઉપડે છે. તેના લાભાર્થે એસ.ટી. તંત્ર દ્વારા મહુવા-અંબાજી રૂટની બસ બંધ કરી હોવાનો આક્ષેપ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા અંબાજી બસની રાત્રે 12.15 કલાકે ઉપડતી મહુવા અંબાજી રૂટની બસમાં સીવીલ હોસ્પિટલ-અમદાવાદ જવા, સીધ્ધા ગાંધીનગર પહોંચવા માંગતા મુસાફરો અને અમદાવાદ જવા વિદ્યાર્થીઓ માટે ખુબજ અનુકુળ બસ સારો ટ્રાફીક અને સારી આવક હોવા છતા અમદાવાદથી આગળ અંબાજીનો ટ્રાફિક મળતો હોય સેવા મહુવા-અંબાજી રૂટ ઘટાડીને વિસનગર અને તેનાથી ઘટાડીને ગાંધીનગર કર્યા બાદ બંધ કરી દેતા એસ.ટી. તંત્ર સામે ભારે આક્રોશ ઉભો થવા પામેલ છે. જો અંબાજી તરફ આગળનો ટ્રાફિક મળતો હોય તો બસનો રૂટ મહુવા-ડાકોર વાયા અમદાવાદ કરવામાં આવે તો પુરતો ટ્રાફિક મળે તેવી શકયતાઓ છે.
ટૂંક સમયમાં ફરી

શરૂ કરાશે
વડી કચેરીના આદેશથી અંબાજી રૂટની બસ બંધ કરવામાં આવી છે. ફરી શરૂ કરવાના આદેશ વહેલી તકે મળે તેવી શકયતાઓ છે. આથી ફરી લોક માંગ મુજબ ટુંક સમયમાં બસ શરૂ કરવામાં આવશે > ભરતભાઇચાવડા, ઇન્ચાર્જડેપો મેનેજર , મહુવા એસ.ટી. ડેપો
પ્રાઇવેટ બસોને લાભ અપાવવા બસ બંધ કરાયાનો મુસાફરોનો આક્ષેપ
મહુવા-અંબાજી એસ.ટી. બસ બંધ કરાતા અગવડતા
પુરતો ટ્રાફિક મળતો હોવા છતાં