તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બા

ળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં. બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે. અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. બધા મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.

હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ. સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે, જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો.

પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબં