તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા નાગરિક સહ. બેન્કની ચૂંટણીમાં 57.49 ટકા મતદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 25 સપ્ટેમ્બર

મહુવાનાગરીક સહકારી બેંક લી.ની ચુંટણી આજે રવિવારે શ્રી જે.પી.પારેખ હાઈસ્કુલ ખાતે યોજાય ગઇ હતી. કુલ મતદાતા 8452 પૈકી 4859 સભાસદોએ મતાધિકારનો ઉપયોગ કરતા 57.49 ટકા મતદાન થવા પામેલ હતું.

ચુંટણીમાં વર્તમાન સહકારી પેનલ 12 ઉમેદવારો સામે સહકારી પેનલના માત્ર 3 ઉમેદવારો હોય બહુમતી વર્તમાન સહકારી પેનલની થશે તેમ સ્પષ્ટ જણાય રહ્યું છે.

આજે કુલ 5634 પુરૂષ સભાસદો પૈકી 3401 સભાસદોએ મતદાનનો ઉપયોગ કરતા 60.37 ટકા અને કુલ 2818 મહિલા સભાસદો પૈકી 1458 સભાસદોએ મતદાનનો ઉપયોગ કરતા 51.74 ટકા મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 4859 સભાસદોનું મતદાન કરતા કુલ57.49 ટકા મતદાન થવા પામેલ છે.

ચુંટણી વ્યવસ્થાની નોંધપાત્ર બાબત હતી કે મહિલા મતદાતાના ત્રણેય બુથ ઉપર મુખ્ય મતદાન અધિકારી થી પટ્ટાવાળા સુધીના તમામ ચુંટણી ફરજના કર્મચારી પણ મહિલાઓની નીમણુંક કરવામાં આવી હતી. આજે સાવારે 7.30 થી સાંજે 5 સુધી શાંતી પૂર્ણ મતદાન થયુ હતુ. કોઇ પણ અનઈચ્નીય બનાવ બનવા પામ્યો હતો.

આજે રાત્રે 9 કલાકે જે.પી. પારેખ માં મતગણતરી શરૂ થશે અને જેનું મોડી રાત્રીના પરીણામ પણ જાહેર થશે.

કુલ 4859 સભ્યોએ મતદાન કર્યું

અન્ય સમાચારો પણ છે...