તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં મુખ્યમંત્રીના હસ્તે સેવા સદનનું કરાશે લોકાર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડલીસદ્દભાવના હોસ્પિટલ પાસે સરકારી પડતર જમીનમાં બનાવવામાં આવેલ મહુવા તાલુકા સેવા સદનનું લોકાપર્ણ આગામી તા.29/7 શુક્રવારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવા માટે સંભવિત કાર્યક્રમના આયોજન માટે વહિવટી તંત્ર દ્વારા મીટીંગો યોજી વ્યવસ્થા માટે આયોજન થઇ રહ્યું છે.

મહુવા શહેર અને તાલુકાના અરજદારોને પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને સબ રજીસ્ટાર કચેરી અને તેની સંલગ્ન ઇ-ધરા કેન્દ્ર, એટીવીટી સેન્ટર જેવી કચેરીઓના કામો માટે મહુવા શહેરથી 2-3 કિ.મી. દુર મહુવા તાલુકા સેવા સદનમાં જવાની તૈયારીમાં રહેવું પડશે.

ગઇ તા.16/7ના આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલના વરદહસ્તે મહુવા તાલુકા સેવા સદનનું લોકાર્પણ યોજાનાર હતું જે મોકુફ રહેલ હવે ફરી તા.29/7ના મુખ્યમંત્રીના વરદ્ હસ્તે લોકાપર્ણ કરવાનો સંભવિત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

વડલી પાસે તાલુકા સેવા સદનની તમામ કચેરીઓના બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થઇ ગયા બાદ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ થઇ ચુકેલ હતી માત્ર લોકાર્પણની રાહ જોવાતી હતી.

તા.29 શુક્રવારે યોજાશે કાર્યક્રમ

મહુવા શહેર-તાલુકાના લોકોને કામકાજ માટે 2 થી 3 કિલોમિટર સુધી દૂર જવુ પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો