તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

“દેવપ્રયાગ રેસીડેન્સી” એટલે સપનાનું ઘર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસાંજો ગૃપ દ્વારા 12 પ્રોજેકટની સફળતા બાદ હવે મહુવામા ભવ્ય ટાઉનશીપનો પ્રારંભ કરેલ છે. જોતા ગમીજાય તેવા કુદરતના નયનરમ્ય વાતાવરણમાં નદી તટે સ્વપ્નના સુંદર ઘરને સાકાર કરવાની મહુવાના રહેવાસીઓને સુનેહરી તક પ્રાપ્ત થઇ છે. રૂ.51 હજાર ભરીને સ્વપ્નના ઘરને ટાઇટલ ક્લીયર લોનની સુવીધા સાથે બુકીંગ થઇ શકે છે.

2 & 3 BHKમાં રેસીડેન્સી માટે એક વિશાળ ટાઉનશીપ લીલીછમ લોન, સુંદર વૃક્ષો અને નજર હટાવી ગમે તેવું સુંદર મજાનું લેન્ડસ્કેપિંગ ઘરને નવી પરિભાષા આપે છે. ઘર એટલે માત્ર ચાર દિવાલો નહિ પણ એવું આયોજત અને સંતુલિત પર્યાવરણ, જ્યાં જિંદગી વધુ સૂંદર લાગે, આનંદની અનુભુતિ કરાવશે.

લકઝુરીયસ શબ્દનો સાચો અર્થ જાણવો હોય તો દેવપ્રયાગ રેસીડેન્સીની મુલાકાત લઇ તેના કલબ હાઉસની ડિઝાઇનની માહિતી મેળવી જાણવા મળશે કે કલબ ડિઝાઇન એવી અદ્દભુત છે કે ચાર ચાંદ લાગી જાય ઉત્સવની ઉજવણી હોય કે પછી યોગ સાધના અથવા તમામ શુભ પ્રસંગે વિશિષ્ટ રૂપે પરીપૂર્ણતાનો અનુભવ કરાવે છે.

દેવ પ્રયાગ રેસીડેન્સીનો સુંદર પ્રવેશ દ્વાર શ્રેષ્ઠ બાંધકામને દર્શનીય બનાવે છે. પ્રવેશ દ્વાર અને ફરતી દિવાલ અદ્દભુત સુરક્ષા તથા સુખી જીવનનો દસ્તાવેજ રજુ કરે છે. પ્રવેશ દ્વાર શાનદાર અર્થપૂર્ણ અને સલામતી ભર્યું છે. ઘરની શાંતિ અકબંધ જળવાય છે. ઉપરાંત કયારેક એકલતા અનુભવાતી નથી. દેવ પ્રયાગ રેસીડેન્સીમાં લસમતલ પથારાયેલું ઘાસ જાણે આરામનું લીલુ નામ છે. હરીયાણા બાગને ફરતે સીનીયર સીટીઝન માટેની બેઠકો છે. બેસીને રમીયે તેવી રમતો માટે તો મોકળુ મેદાન છે. ઇમારતોની વચ્ચેનો લીલેરો ચોક રમત રમતમાં તમારો સંબંધ કુદરત સાથે જોડી દે છે. અહીં ખેલકુદ માટે વિશાળ જગ્યા રાખી છે. અહિના પ્લે ટુલ્સ સેન્ડપીટસ ચિલ્ડ્રન લોન બાળકોને હસતા રમતાં અને ખીલેલા રાખે છે. વિશિષ્ટ કાળજીથી બનાવેલો સ્ટેપ ગાર્ડન, કુટુંબ, મિત્રો તથા મુલાકાતીઓને નૈસર્ગિક ધન્યતાનો અનુભવ કરાવે છે.

આંગણામાં તુલસીનો છોડ હોય ! વાડામાં ઘેઘૂર લીમડો હોય! રેસીડેન્સીને ફરતા ડેકોરેટીવ પ્લાન્ટસ અને શ્રબ્ર હોય ! ઘરમાંથી બહાર નીકળોને બસ, આંગણ તમને વિંટળાઇવળે એવું સુખ સમતલ પેવર્સ, ફૂલકયારીઓ, જગમગ ઠંડી રોશની. દેવ પ્રયાગ રેસીડેન્સીની પરસાળ તમને ભરી ભરીને જીવન પીરસશે.

દેવ પ્રયાગ રેસીડન્સી, દેવળીયા, તા. મહુવાનું સેમ્પલ હાઉસ જોવાથી લોકોને ટાઉનશીપનો ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...