તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા યાર્ડની ચૂંટણીમાં 38 ઉમેદવારો મેદાનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ મહુવાની સામન્ય ચૂંટણીમાં 63 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી 2 ઉમેદવારી પત્રો રદ્ થયા હતા. આજે 23 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હવે માત્ર 38 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.

ખેડૂત વિભાગમાં 787 મતદાતા, વેપારી વિભાગમાં 1211 મતદાતા, ખરીદ વેચાણ સંઘ વિભાગમાં 41 મતદાતાઓ તા.5/12ના રોજ તેમના મતાધિકારનો ઉપયોગ કરી બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેકટરર્સની ચૂંટણી કરશે અને ચૂટાયેલા બોર્ડ ઓફ ડિરેકટર વિવિધ પદાધિકારીઓની પસંદગી કરશે.

ખેતી વાડી બજાર ઉત્પન્ન સમિતિના ખેડૂત વિભાગની 8 સીટ ઉપર 24 ઉમેદવારો, વેપારી વિભાગની 4 બેઠક માટે 11ઉમેદવારો અને ખરીદ વેચાણ સંઘની 2 સીટ માટે 3 ઉમેદવારો મળી કુલ 14 સીટ ઉપર 38ઉમેદવારો વચ્ચે તા.5/12ના ચૂંટણી યોજાશે અને તા.6/12ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...