મહુવામાં સ્ટાફના અભાવે ટપાલ અનિયમિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવામાં1982 માં 12 પોસ્ટમેનનું સેટઅપ હતું ત્યારબાદ મહુવાનો વિસ્તાર અને વસ્તી વધી જેથી સેટઅપ વધારવાના બદલે સેટઅપ વધારવાના બદલે 8 કરેલ અને તેમા પણ ધટાડો કરી 6 પોસ્ટમેનનું સેટઅપ કરવામાં આવેલ છે. જે સેટઅપ મુજબના 6 પોસ્ટમેન ફરજ બજાવે છે. પરંતું મહુવાની વસ્તી અને વિસ્તારને લક્ષમાં લેતા 12 પોસ્ટમેનની જરૂર છે. જો મહુવા પોસ્ટ ઓફિસનું પોસ્ટમેનનું સેટઅપ અપગ્રેડ કરવામાં નહી આવે તો મહુવામાં ટપાલ અનિયમીત મળતી હોવાની ફરીયાદ દુર થઇ શકે તેમ નથી.

બીટનું પુન: વ્યવસ્થા આયોજન કરી મહુવાનું 6 પોસ્ટમેનનું સેટઅપ 12 સુધી વધારવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.

મહુવાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ અને પોસ્ટમેન સેટઅપ ઓછુ હોવાના કારણે મહુવા શહેર પોસ્ટલ સેવા ખોરંભે પડી છે. ગાંધીબાગ પોસ્ટ ઓફિસ સિવાયની કોઇ પોસ્ટ ઓફિસ કાર્યરત નથી. બજાર પોસ્ટ ઓફિસ બંધ કરી ઘણા સમયથી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બજાર પોસ્ટ ઓફિસનું કાઉન્ટર ખોલવામાં આવ્યું છે. બઝાર પોસ્ટ ઓફિસનું કોમ્પયુટર પણ અવાર-નવાર બંધ હોય ત્યારે બઝાર પોસ્ટ ઓફિસ દ્વારા પણ રજીસ્ટર આર્ટીકલ સ્વીકારવામાં આવતા નથી.

સ્ટાફની ઘટ અંગે અનેક વખત રજુઆત કરી છે

^મહુવામુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ઘટની વખતો વખત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. હાલ પોસ્ટ ઓફિસમાં 3 કલાર્ક ફરજ બજાવે છે. એક ટ્રેઝરી સંભાળે છે. એક બેંકની કામગીરી સંભાળે છે. અને એક રજીસ્ટર આર્ટીકલની ડીલીવરીની કામગીરી સંભાળે છે. >વી.ડી.રાજ્યગુરૂ,પોસ્ટમાસ્ટર,મુખ્ય પોસ્ટ ઓફિસ, મહુવા

મુખ્ય પોસ્ટ ઓફિસમાં સર્વર બંધ, કોમ્પ્યુટર બંધ વગેરે કારણોથી પરેશાની

ધાંધિયા | 1982થી 12 પોસ્ટમેનનુ સેટઅપ હતુ તેમાંથી 6નો સ્ટાફ થયો

અન્ય સમાચારો પણ છે...