તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસતી-વિસ્તાર વધતા મોક્ષધામની જરૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાનુંમોક્ષધામ માલણ નદીના કિનારે બંદર રોડ ઉપર આવેલુ છે. મોક્ષધામ જૂના ગામ તળના રહીશોને અનુકૂળ પડે, પરંતુ સોસાયટી વિસ્તારના લોકોને મોક્ષધામ દુર પડે. આથી સોસાયટી વિસ્તારની નજીક અને પર્યાવરણની સુરક્ષા માટે આધુનિક સુવિદ્યા વાળુ બીજુ મોક્ષધામ બનાવવાની જરૂરીયાત ઉભી થઇ છે.

મહુવાનો પશ્ચિમ તરફનો વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. મહુવાના નેશનલ હાઇવે બાયપાસ વિસ્તાર તરફ અનેક સોસાયટીઓ બની છે અને નવી હાઉસીંગ યોજનાઓ કાર્યરત થઇ રહી છે.

મહુવા શહેરના બાયપાસ હાઇવે નજીક સોસાયટીઓમાં રહેણાંકીય વિસ્તારમાં સારો એવો વિકાસ થયો છે મહુવા શહેરના નાગરીકોનો અંતિમ વિસામો મોક્ષધામ શહેરના છેવાડે દક્ષિણ તરફના બંદરનો રોડ ઉપર આવેલું છે. મહુવા શહેરનો સોસાયટી વિસ્તાર દિન પ્રતિદિન ખુબજ આગળ વધી રહ્યો છે. મહુવાના જૂના ગામતળ કરતા સોસાયટીની વસ્તી ડબ્બલ ઉપરાંતની હોય સોસાયટી વિસ્તાર નજીક નવા મોક્ષ ધામ બનાવવાની માંગ ઉભી થવા પામી છે.

મહુવા નગરપાલીકા દ્વારા મહુવાના નગરજનોનું બીજા મોક્ષધામનું સ્વપ્ન સિધ્ધ થાય તેવી અપેક્ષા ઉભી થવા પામી છે. મહુવાના નગરજનો ખાસ કરીને સોસાયટી વિસ્તારના રહીશો બીજા મોક્ષધામના વિકાસની અપેક્ષા રાખી રહ્યો છે.

આવી જમીનોમાં પગપેસારો થાય તે પહેલા પ્રાંત અધિકારી, મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ આગળ આવી સોસાયટી વિસ્તારના લોકો માટે અત્યંત જરૂરી બીજુ નવું મોક્ષધામ સોસાયટી વિસ્તારની નજીક બનાવવાની જરૂર છે.

મહુવા સોસાયટી વિસ્તારમાં બીજુ મોક્ષધામ બનાવવા નગરપાલીકાની નવી ટીમ દ્વારા બીજા મોક્ષધામના નિર્માણ માટે સક્રિય ભુમિકા ભજવવામાં આવે તેવી લાગણી લોકોમાં ઉભી થવા પામી છે.

મોક્ષધામ અદ્યતન વિદ્યુત ભઠ્ઠી વાળુ અને જામનગર જેવું નયનરમ્ય હરવા-ફરવાના સ્થળ જેવું બનાવવામાં આવે તો વિરોધનુ વાતાવરણ ઉભુ થાય અને બીજા મોક્ષધામના વિકાસની જરૂરીયાત પુર્ણ થાય તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યાં છે.

સાર્વજનિક જગ્યાઓનો ઉપયોગ કરી શકાય

મહુવા-રાજુલા બાયપાસ રોડથી ઉદ્યોગ નગર સુધી જૂના બંદરની રેલ્વે લાઇનની આગળના વિસ્તારમાં રહેણાંકી વિસ્તારો દિન- પ્રતિદિન વધી રહ્યાં છે. ગાંધીબાગ પાછળ રહેણાંકી વિસ્તારો બે કિ.મી. દુર આવેલા નેશનલ હાઇ-વે 51 ના બાયપાસ રોડની બન્ને બાજુ વિવિધ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓ બની ચુકી છે. સોસાયટી વિસ્તારમાં અનેક બીન ઉપયોગી તેમજ સાર્વજનીક જગ્યાઓ પડી છે આવી જગ્યાઓ ઉપર ભુમાફીયાઓ દ્વારા ધીમે-ધીમે કબ્જો થઇ રહ્યો છે.

જમીન મેળવવા પ્રયત્નો શરૂ છે

^મહુવાનગરપાલીકાએ નવા આધુનીક મોક્ષ ધામ માટે સરકારી પડતર જમીનની માંગ કરેલ હતી. પરંતું પડતર જમીન વૃક્ષારોપણ સહિતના વિવિધ હેતુ માટે ફાળવેલ હોય નગરપાલીકાની માંગ ના મંજુર થવા પામેલ છે. પ્રયત્નો શરૂ છે. >હિતેશભાઇપટેલ, ટાઉનપ્લાનીંગ ઇજનેર, મહુવા નરગરપાલિકા

મહુવામાં જે સ્મશાનની સુવિધા છે તે સોસાયટી વિસ્તારને દુર પડે છે

આવશ્યકતા | મહુવામાં હાલમાં માલણના કિનારે મોક્ષધામ આવેલ છે

અન્ય સમાચારો પણ છે...