• Gujarati News
  • મહુવામાં દ્વારકાધીશજીની હવેલીમાં વિવિધ કાર્યક્રમો

મહુવામાં દ્વારકાધીશજીની હવેલીમાં વિવિધ કાર્યક્રમો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : તા.21/10નાધનતેરસ, બુધવાર તા.22/10ના રૂપ ચતુર્દશી મંગળાના દર્શન સવારે 5.30 થી 6 કલાકે, શૃંગારના દર્શન સવારે 8.30 કલાકે, પલના ના દર્શન ભીતર થશે, રાજભોગના દર્શન સવારે 10.30 કલાકે, માનસી ગંગાના દર્શન શયનમાં સાંજે 6.30 કલાકે થશે. શ્રી આસો વદ 0)) ગુરૂવાર તા.23/10ના શ્રી દિપાવલી(દિપોત્સવ) મંગળાના દર્શન સવારે 6 થી 6.30 કલાકે, શૃંગારના દર્શન સવારે 8.30 કલાકે, પલના ના દર્શન સવારે 9 કલાકે, રાજભોગના દર્શન સવારે 10.30 કલાકે, ચોપડા પરોઠવાનો સમય 5 કલાકે, ચોપડા પૂજનનો સમય 5.30 કલાકે, કાનજગાઇના દર્શન સાંજે 7 કલાકે તથા હટરીના દર્શન સાંજે 7.30 કલાકે થશે. કારતક શુદ-1 શુક્રવાર તા.24/10ના શ્રી બેસતું વર્ષ અન્નકૂટ દાદાજીને ભેટ ધરવાનો સમય સવારે 7.30 કલાકે, ગોવર્ધન પૂજાના દર્શન સવારે 10.30 કલાકે, અન્નકૂટના દર્શન સાંજે 5 થી 7 કલાકે થશે. કારતક શુદ-2 શનિવાર તા.25/10ના ભાઇબીજ (યમદ્વિતિયા) સાંજે 6.15 કલાકે શયનમાં યમુનાજી વટાશે.