કુંભણ શાળામાં કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 12 ફેબ્રુઆરી

કુંભનાથકેળવણી સહાયક ટ્રસ્ટ સંચાલિત નોન ગ્રાન્ટેડ શાળા શ્રીમતિ એસ.વી.દોશી હાઇસ્કુલ કુંભણમાં અભ્યાસ કરતી કન્યાઓની કોઇપણ ફી લેવામાં આવશે નહી. સરકારના બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનને વેગ આપવા પૂ.શરદભાઇ વ્યાસ પ્રેરીત શ્રીમતિ એસ.વી.દોશી હાઇસ્કૂલ, કુંભણમાં અભ્યાસ કરતી ધો.6 થી ધો. 12 ની કન્યાઓને જુન-2017 ના નવા સત્રથી પૂ.શરદભાઇ વ્યાસ તથા બીપીનભાઇ દોશીના આર્થિક સહયોગથી કન્યાઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. સાથે - સાથે આજુબાજુના ગામડામાંથી અભ્યાસ કરવા આવતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત સ્કૂલવાનની સુવિદ્યા પણ શરૂ કરી છે. શિક્ષણના વેપારી કરણ સામે નોન ગ્રાન્ટેડ શાળાએ અનુકરણ પગલંુ ભર્યંુ છે.

નોનગ્રાન્ટેન્ડ સ્કૂલ છતા લેવાયેલો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...