• Gujarati News
  • મહુવામાં પાર્ક કરાયેલ બે લકઝરી બસ સળગી

મહુવામાં પાર્ક કરાયેલ બે લકઝરી બસ સળગી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી બે ખાનગી લકઝરી બસો ગત મોડી રાત્રિનાં સળગાવી હોવાનો બનાવ બહાર આવવા પામ્યો છે.

મહુવા-પીપાવાવ-મહુવા વચ્ચે કર્મચારી લાવવા લઈ જવાનું કામ કરતી રાજકોટની પૃથ્વી ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ દરરોજ મહુવાના પેવેલીયન ગ્રાઉન્ડમાં પાર્ક કરવામાં આવતી હતી. ગત મોડીરાિત્રના નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ રાત્રિના 3-00 કલાક આસપાસ બસમાં આગ લાગતા નાઈટ પેટ્રોલિંગ કરતાં પોલીસ જવાને મહુવા નગરપાિલકા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. દરમિયાન બન્ને બસ બળીને ખાક થઈ ગઈ હતી. બનાવના ઘેરાપ્રત્યાઘાત પડયા હતા.

મેદાનમાં પાર્ક કરાયેલ ખાનગી બસો હાડપીંજર બની ગઇ / મહુવાબ્યુરો