તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવૃત્ત પેન્શનર્સને માત્ર બે દિવસમાં ચૂકવણા કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીકે કોર્ટના આદેશ મુજબ નિવૃત કર્મચારીઓને નાણા ચુંકવવામાં ઠાગાઠૈયા થાય છે. વૃદ્ધ નિવૃતો સાથે ચલક ચલાણું પેલે ઘેર ભાણુંની કહેવત મુજબ ચક્રાવે ચડાવવામાં આવે છે. તેનાથી તદ્દન વિપરીત રીતે મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા 1987 થી 1994 દરમ્યાન નિવૃત થયેલ પેન્શનરોને એરીયર્સ ઉપરાંત 22 માસના તફાવત સહિતની વ્યાજની રકમનું ચુકવણુ માત્ર બે દિવસમાં કરવામાં આવેલ છે.

અતી વયોવૃદ્ધ લાભાર્થી પેન્શનરોને એક પણ ધરમધક્કા વિના માત્ર બે દિવસમાં કોર્ટ અને સરકારના હુકમ મુજબ નાણા મળી જતા તેઓમાં આનંદની લાગણી ફેલાણી છે અને પેન્શનરો મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...